News Portal...

Breaking News :

પ્રાતઃ કાળે મતદાન ની પવિત્ર ફરજ અદા કરતા બી એ પી એસ સંસ્થા ના પૂજ્ય સંતો

2024-05-07 10:04:04
પ્રાતઃ કાળે મતદાન ની પવિત્ર ફરજ અદા કરતા બી એ પી એસ સંસ્થા ના પૂજ્ય સંતો


  

     બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ સંસ્થા ના સંતો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા અનુસાર સમસ્ત સમાજ ને તથા સવિશેષ સંસ્થા ના તમામ હરિભક્તો ને પ્રાતઃ કાળે સર્વ પ્રથમ મતદાન કરવાની હાકલ કરી છે ત્યારે charity begins at home ન્યાયે અટલાદરા મંદિર ખાતે સેવારત પચાસ સંતો એ પણ સવારની શણગાર આરતી બાદ તુરંત ૦૭.૩૦ વાગ્યે અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડો શ્યામાપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળા માં મતદાન કર્યું હતું.
 


આમાં વયોવૃદ્ધ પંચ્યાસી વર્ષીય પૂજ્ય દેવ સ્વરૂપ સ્વામી,વડીલ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામી, કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી તથા જાણીતા મોટીવેશનલ વક્તા પૂજ્ય ડો. જ્ઞાન વત્સલ સ્વામી સહીત સંતો સમસ્ત સહર્ષ સહભાગી થઈ રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી હતી.






હોસ્પિટલ ના બિછાને થી મતદાન મથક આવી પવિત્ર ફરજ અદા કરી પૂનઃ હોસ્પિટલમાં જતા બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ના પૂજ્ય મહાપુરુષ સ્વામી

Reporter: News Plus

Related Post